Terms of Use
Samkit Shravan Setu (પ્રવચન શ્રવણ પર્વ) - 2.0
Age: Above 15 yrs.
Area: Entire India
Registration Charges: Rs. 200/- only
Eligibility for Lucky Draw: 54 hrs. of Pravachan Shravan
lOGIN URL: https://sss.samkit.net
આયોજન સંબંધી આવશ્યક સૂચનાઓ:
• સમગ્ર ભારતભરમાં રહેનારા 15 થી વધુ વર્ષના ભાઈઓ તથા બહેનો આમાં ભાગ લઇ શકશે
• આ આયોજન તા: ૭ જુલાઈ ૨૦૨૪ થી ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી રહેશે. (કુલ દિવસ: 132)
• આ દિવસો દરમ્યાન કેટલા દિવસ વ્યાખ્યાન સાંભળ્યું તે નહિ પણ કેટલો સમય સાંભળ્યું તે ગણાશે
• એક કલાકના વ્યાખ્યાનમાં 20 કે 25 મિનિટનું શ્રવણ થયું હોય તો એટલી જ મિનિટ નોંધવી
• 1 કે 2 મિનિટનો ફરક ચાલશે પણ વધારે લખવું નહિ, પ્રામાણિકપણે જેટલું શ્રવણ થયું હોય તેટલો સમય નોંધવો.
• લકી-ડ્રો ઇનામ માટે ઓછામાં ઓછું 54 કલાક વ્યાખ્યાન શ્રવણ થવું જરૂરી છે.
શું ગણાશે?
• શ્વેતામ્બર મૂર્તિપૂજક પંચ મહાવ્રતધારી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વ્યાખ્યાન, શિબિર, વાચના, કલ્પસૂત્ર, બારસાસૂત્ર, રાસ, પ્રભુમિલન, સંગીત સાથે પ્રભુમિલન, સંગીત સાથે પ્રવચનના કાર્યક્રમ વગેરેનો સમય ગણી શકાશે
શું નહીં ગણાય?
• માત્ર સંગીત, ભક્તિ ભાવના, પંડિતજી પાસે જ્ઞાનાભ્યાસ કે શ્રવણ, મોબાઈલમાં સાંભળેલા પ્રવચનો અન્ય રીતે સ્વાધ્યાયરૂપ હોવા છતાં આ આયોજનમાં ગણાશે નહીં. (રૂબરૂમાં સાંભળેલો સમય જ ગણાશે)
આયોજન સંબંધી આવશ્યક સૂચનાઓ
• રજીસ્ટ્રેશન ફોર્મ Rs 200/- સાથે તા. 20 જૂન થી 31 જુલાઈ સુધીમાં ભરી શકાશે ત્યાર પછી રજીસ્ટ્રેશન બંધ થશે.
• આપે કેટલા કલાક નું પ્રવચન શ્રવણ કર્યુ તેની વિગત આ લિંક સાથે આપવામાં આવેલી Record Sheet માં તારીખ પ્રમાણે નોંધી રાખવાની રહેશે..
• જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ની પ્રવચન શ્રવણની વિગતો 1 ઓક્ટોબર થી 10 ઓક્ટોબરની વચ્ચે આ લિંક પર Upload કરવાની રહેશે..
• ઓક્ટોબર અને નવેમ્બર ના પ્રવચન શ્રવણની વિગતો 16 નવેમ્બર થી 25 નવેમ્બર ની વચ્ચે આ લિંક પર Upload કરવાની રહેશે..
• કોઈપણ પ્રશ્ન માટે વ્હોટ્સએપ થી +9186520 00805 પર સંપર્ક કરવો. વગર જરૂરે ફોન કે મેસેજનો વિક્ષેપ ના થાય તેવી વિનંતી
• સંપૂર્ણ નિર્ણય આયોજકોનો અંતિમ ગણાશે.
જિનવાણી શ્રવણનો રસ જગાડવો, રસ વધારવો એ મુખ્ય હેતુ છે, બાકી બધુ પ્રાસંગિક છે.